FREE MA


"નમસ્કાર, શિક્ષણની દુનિયામાંઆપનુ હાર્દિક સ્વાગત છે."- યોગેશ પટેલ,મુખ્ય શિક્ષકશ્રી,ભંકોડા પ્રાથમિક શાળા,દેત્રોજ-અમદાવાદ'

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

SEARCH YOUR NAME IN VOTER LIST.

Search Your Name in Voter List 

ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આપણા ભાગ નંબર,ક્રમ નંબર વગેરે માગશે તો ડાયરેક્ટ ચૂંટણીપંચની વેબસાઇટ પરથી તમારા નામની વિગત જોઇ લખી લો.
Click on this Link and
* Select Your District 
* Enter Your Name And Search

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

સોમવાર, 19 ઑક્ટોબર, 2015

ધોરણ ૧ થી ૮ પરિણામપત્રક Excel File

STD .1 TO 8 PARINAM PATRAK FILE. EASY TO USE.

પરિણામ ધોરણ :- 8  તૈયાર મળેલ ફોર્મમાં પ્રિન્ટ કાઢો. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ફોર્મમાં 

પરિણામ ધોરણ :- 6,7

પરિણામ ધોરણ :- ૫  (નોન પ્રજ્ઞા)   

DOWNLOAD
પરિણામ ધોરણ :- ૪ 

Download

પરિણામ ધોરણ :- ૩ 
DOWNLOAD

પરિણામ ધોરણ :- 2 (પ્રજ્ઞા)
DOWNLOAD 

પરિણામ ધોરણ :- 1 (પ્રજ્ઞા)
DOWNLOAD  

thanks

Jagdish patel 9428958875

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.
આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો 

gpsc exam mate noc

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

TEACHER DAY PAR BOLE MODIJI-HIGLIGHT




 मां जन्म देती है, गुरू जीवन देता है- प्रधानमंत्री
 सच्चा शिक्षक कभी रिटायर नहीं होता है, 
➡ बच्चा सबसे ज्यादा समय टीचर के साथ बिताता है- प्रधानमंत्री
 श‍िक्षक कुम्हार की तरह हर बच्चे के जीवन को संवारता है: PM मोदी
 मैं सभी शिक्षकों से अपेक्षा करता हूं कि हमारा काम है पीढ़ियों को बढ़ाना- प्रधानमंत्री.

રવિવાર, 2 ઑગસ્ટ, 2015

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

ગુરુપૂર્ણિમા વિશે - Gurupurnima Detail

ગુરુપૂર્ણિમા વિશે - Gurupurnima Detail

શાળાના બાળકોને આવતીકાલે ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપી શકાય /નિબંધલેખન કરાવી શકાય તેમજ વિડ્યો દ્વારા આ પાવનપર્વનું મહત્વ સમજાવી શકાય તે હેતુથી આજે આ પોસ્ટ મુકી રહ્યો છું.આશા છે આપને ઉપયોગી બનશે.-Yogesh patel
  • ગુરુપૂર્ણિમા વિશે પૂ.મોરારીબાપુના વિચાર - Video Download(Morari bapu )
  • ગુરુપૂર્ણિમા વિશે પૂ.ભૂપેંદ્રભાઇ પંડ્યા વિચાર-Video Download (Bhupendrabhai Pandya

રવિવાર, 19 જુલાઈ, 2015

એક ખેડુત હતો. એણે પોતાના કુતરાને ખુબ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શિખવ્યુ. ખેડુતે વિચાર્યુ કે મારા કુતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના એક મિત્રને કહ્યુ કે તુ તારો વિડીયો કેમેરા લઇને આવ આજે મારે તને મારા કુતરાની એક
વિશેષતા બતાવવી છે અને તારે એનું શુટીંગ કરવાનું છે. પેલો મિત્ર પોતાનો વિડીયો કેમેરા લઇને આવ્યો. ખેડુત પોતાના કુતરાને અને
મિત્રને લઇને નદી કાંઠે ગયો. દુર નદીમાં એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યુ હવે તું શુટીંગ કર અને મારા આ કુતરાની વિશેષતા જો. પેલા કુતરાને ખેડુતે દડો લાવવા માટે આદેશ કર્યો એટલે કુતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને 
મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા જ પાછો આવ્યો . આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડુત એના મિત્ર સામે જોઇ રહ્યો. પરંતું મિત્રના ચહેરા પર કોઇ આશ્વર્ય ન દેખાયુ એટલે એનાથી ના રહેવાયુ એણે પોતાના મિત્રને પુછ્યુ કે દોસ્ત તને મારા કુતરાની કોઇ વિશેષતા દેખાઇ કે નહી ? મિત્રએ ખેડુતને જવાબ આપ્યો , " હા દેખાઇ ને" ખેડુતે પુછ્યુ ," શું જોયુ ? " પેલા મિત્રને જવાબ આપ્યો કે," મે જોયુ કે તારા કુતરાને તરતા આવડતુ નથી" 

મિત્રો, આપણે આવું જ કરીએ છીએ સામે વાળાને જે બતાવવું છે તે નહી આપણે જોવું છે તે જ આપણે જોઇએ છીએ અને પરિણામે  ગેરસમજણ ઉભી થાય છે જે સંબંધોને કોરી ખાય છે

SHORT STORY

દૂરથી ગાડીની વ્હીસલનો અવાજ સંભળાયો . મધુકર સજાગ થઇ ગયો . પાર્કિંગમાંથી તેણે લક્ઝરી સિડાન બહાર કાઢી અને રેલવે સ્ટેશનની સામે આવીને એણે ગાડી પાર્ક કરી. 


તેણે સિગારેટ સળગાવી ને ગાડીના ટેકે ઉભો રહી , લાંબા કસે ધૂમ્રવલયો છોડવા લાગ્યો. તેની નજર રેલવે સ્ટેશનના મેઈન ગેટ પર મંડાયેલી હતી. 
થોડીવારમાં જ પ્લેટફોર્મ પર જબરો કોલાહલ મચી ગયો. ઉતરનારા - ચઢનારા મુસાફરોના ચિત્ર - વિચિત્ર અવાજો ...... ફેરિયાઓની બૂમાબૂમ ........કૂલીઓનો ધસારો ........બાળકોની ચીસાચીસ - થોડીવાર પહેલાનું શાંત દેખાતું રેલવે સ્ટેશન ભારે ચહલપહલથી જીવંત થઇ ઉઠ્યું.

ઉતારુઓ હવે ઉતાવળે પગલે બહાર આવી રહ્યા હતા . મધુકરની તીક્ષ્ણ નજર દરવાજામાંથી બહાર આવતા પ્રત્યેક પ્રવાસીને તપાસતી રહી . એ સહુ પોતપોતાની મંજિલ તરફ દોડ્યે જતા હતા .મધુકરને એવા લોકોમાં કશો રસ ન હતો . તેને તો ઇન્તજાર હતો સહુથી છેલ્લે નીકળનાર પ્રવાસીનો ; એવા પ્રવાસીનો કે જેના પગને દિશા ન હોય , નજરને ભવિષ્ય ન હોય અને એવા પ્રવાસી તરીકે કોઈ નમણી યુવતી હોય તો જ મધુકરનો ફેરો ફળતો.

મધુકર યુવાન હતો , સ્વરૂપવાન હતો , બાપ ધનવાન હતો. સાથે અવિવેક પણ ભળ્યો. પછી પૂછવું જ શું ? મધુકર રોજ સાંજે રેલવે સ્ટેશનની બહાર પોતાની સિડાન લઇ ઉભો રહેતો . આ મેટ્રોસિટીમાં રોજેરોજ કેટલીય યુવતીઓ અવનવા સપના લઈને ઉતરી પડતી . કોઈક પ્રેમી સાથે ભાગીને આવતી તો કોઈક ફિલ્મલાઈનમાં કામ મેળવવા . કોઈ મજબૂરીથી આવતી તો કોઈ મોજશોખ માણવા.........અને અંતે આ મહાનગરમાં ક્યાંય અલોપ થઇ જતી .

મધુકરને હવે આદત પડી ગઈ હતી . તે મજબૂર યુવતીનો હમદર્દ બની જતો . યુવતીને મીઠી વાતોથી વિશ્વાસમાં લઇ , પોતાના ખાનગી રીતે લીધેલા ફ્લેટ પર લઇ આવતો . વળતી સવારે યુવતીને નિ:સહાય હાલતમાં રેલવે સ્ટેશન પર છોડી , નવા શિકારની શોધમાં નીકળી પડતો.

બે - ત્રણ વખત તો એ પણ ભરાઈ પડ્યો હતો .ગામડેથી પ્રેમી સાથે ભાગીને આવેલી કામિનીને એનો પ્રેમી ગેસ્ટહાઉસમાં સૂતી મૂકીને ભાગી ગયેલો. કામિનીને ત્રણ દિવસ સુધી મધુકરે સાચવી , પણ પછી કામિની એને પળવાર માટે પણ રેઢો મૂકતી નહિ .મધુકરને જળોની જેમ ચોંટેલી જ રહે . છેવટે મોટી રકમ ચૂકવી , એણે કામિનીથી છૂટકારો મેળવેલો.

એક ટીનએજર - તર્જની મોડેલીંગમાં નામ કમાવા મેટ્રોસીટીમાં આવેલી . સ્ટેશનની બહાર પગ મૂકતા જ મધુકરની માયાજાળમાં ફસાઈ ગઈ .એને સાચવતા તો મધુકરને આંખે અંધારા આવી ગયેલા. લૂંટાયેલી સંપતિ ને ધૂંધળા ભવિષ્યને લઈને વાતે વાતે રડે . આખરે પોતાના એક મિત્રને ભળાવી , મધુકર માંડ માંડ છૂટ્યો.

ટન............. ટન............. ટન.............ટાવરમાં ડંકા પડવા શરુ થયા. મધુકરે ઘડિયાળમાં જોયું , આઠ થયા હતા.ધરતી પર ધીરે ધીરે અંધકારનું સામ્રાજ્ય જામવા લાગ્યું હતું .

મધુકરને એકલો જોઈ બે-ત્રણ ધંધાદારી સ્ત્રીઓએ દાણો ચાંપી જોયો . જોકે , મધુકરે એ તરફ દૃષ્ટિ સુધ્ધાં ન કરી . એને તો નવી તિતલીમાં જ રસ હતો.

એકાએક તેની આંખમાં ચમક આવી ગઈ .દરવાજામાંથી વીસ - બાવીસ વર્ષની એક યુવતી ધીમી ચાલે બહાર આવી રહી હતી . મધુકર જોઈ જ રહ્યો એને ....આછા ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ .........એવા જ રંગનો ટપકાવાળો દુપટ્ટો ...........ભરાવદાર ઉરપ્રદેશ.......... ગુલાબી લંબગોળ ચહેરો ને ખભા સુધી પહોંચતા વાંકડિયા વાળ .....!........' આવ ...આવ 'નું આમંત્રણ આપતા રસીલા હોઠ .......સુખ - ચેન છીનવી લે તેવી કામણગારી આંખો ને -

- અચાનક મધુકરની ભાવસમાધિમાં વિક્ષેપ પડ્યો . એક ટેક્સીવાળો યુવતી પાસે દોડી આવ્યો હતો , યુવતીએ ઇશારાથી જ તેને ના કહી દીધી. ટેક્સીવાળો નિરાશ થઇ પાછો વળ્યો . યુવતીએ ચારેબાજુ નજર ફેરવી અને પછી એ લાઈટના થાંભલા પાસે આવીને ઉભી રહી .

મધુકર યુવતીની હરેક હરકતને ઝીણવટથી નિહાળી રહ્યો . યુવતી પાસે ન તો કશો સામાન હતો કે ન તો હાથમાં પર્સ . તે કોઈકને શોધતી હોય એમ થોડી થોડી વારે ચારેબાજુ જોઈ લેતી અને પછી ટાવરના ઘડિયાળ તરફ નજર કરતી .ચહેરા પરની બેચેની તેના ચહેરાને વધુ આકર્ષક બનાવતી હતી .

પાંચ મિનીટ ......દશ મિનીટ .........પંદર મિનીટ ........સમય પસાર થતો રહ્યો .યુવતી કંટાળીને એટલામાં આંટા મારવા લાગી .મધુકરને લાગ્યું કે હવે સમય બગાડવો પાલવે તેમ નથી .શિકાર છટકી જાય તે પહેલા જાળ બિછાવી દેવી જોઈએ . તે યુવતીની પાસે પહોંચ્યો : ' મેં આઈ હેલ્પ યુ ...?' 
' ઓહ ..નો .....થેન્ક્સ .......'
' જુઓ ...તમે કાઈ ગેરસમજ ન કરતા ...પણ મને લાગે છે કે તમે કશીક મુશ્કેલીમાં છો .' 
' જ્યોતિષી છો ?' યુવતીએ માથામાં જાણે હથોડો માર્યો. 
' ના ....ના.... એમ નહિ ....પણ તમે ક્યારનાય અહી ઉભા છો તો મને થયું કે .......' મધુકરની જીભે લોચા વળવા લાગ્યા . 
' તો શું થયું ...? એમ તો તમે પણ ક્યારનાય અહી ઉભા છો .....મિસ્ટર - ' 
' મધુકર .......' મધુકરથી બોલી જવાયું . 
' જે હોય તે ...ચાલતી પકડો .... કે પોલીસ બોલાવું ...?'

મધુકરને યુવતીનો ગરમ મિજાજ ભારે પસંદ આવ્યો , ' ગમે તે ભોગે આ વાઘણને જેર કરવી જ છે ' તે પાછો પોતાની કાર પાસે આવીને ઉભો રહ્યો .

યુવતી થાંભલા પાસે જ ઉભી રહી . તે ત્રાંસી નજરે મધુકર તરફ જોઈ લેતી હતી . પેલો ટેક્સીવાળો પણ ત્યાં જ હતો . તે હિમત કરી આગળ આવ્યો , ' મેડમ , ક્યાં જવું છે આપને ...? ' 
' જહન્નમમાં .......! ....લઇ જઈશ ...?' યુવતી ચિડાઈને બોલી.

ટેક્સીવાળો ડઘાઈ જ ગયો. છતાં આ વખતે પાછા હટવાને બદલે એણે અન્ય ટેક્સીવાળાને બૂમ મારી.ત્રણ - ચાર ટેક્સીવાળા એની સાથે જોડાઈને હા ....હા .......હી ...હી .....કરવા લાગ્યા . એમના મોટેથી હસવાના અવાજથી ફૂટપાથમાં જાણે જીવ આવ્યો ...!...ત્રણ - ચાર ઓળા ઉભા થયા ને યુવતી તરફ ચાલ્યા .યુવતી પાસે પહોચતા જ એક ઓળો બોલ્યો , ' ભગવાન કે નામ પે કુછ દે.... દે .....બેટી ....! ...તેરા કલ્યાણ હોગા .....! '

યુવતીના ચહેરા પર ગુસ્સાની જગ્યાએ ભય ડોકાવા લાગ્યો . તેણે ત્યાંથી હટવા પગ ઉપાડ્યા તો ટોળું તેની સાથે ચાલ્યું .યુવતી રીતસર કંપવા લાગી . તેણે મધુકર સામે જોયું તેની આંખોમાં આજીજી તરવરી રહી હતી .મધુકરને લાગ્યું કે હવે આપણો ભાવ આવ્યો છે . તે ઝડપથી ટોળા પાસે જઈ પહોંચ્યો , ' શું છે આ બધું ..?..ચાલો ..હટો અહીંથી .....હમણા એક રીંગ મારીશ તો બધા અંદર થઇ જશો ...ચાલો , ભાગો ...! ' 
મધુકરનો સત્તાવાહી અવાજ , સુદઢ શરીર સૌષ્ઠવ ને ભપકાદાર વ્યક્તિત્વથી અંજાઈ, સૌ આઘાપાછા થઇ ગયા .

મધુકર યુવતીની પાસે આવ્યો . યુવતી સહેજ ઝંખવાઈ . તે ડરતા ડરતા બોલી , ' સોરી ...હું તમને ગલત સમજી હતી .' 
' ઇટ્સ ઓકે ...બોલો , શું મદદ કરું ...?' 
' વાત જરા એમ છે કે ...આ સિટીમાં ફર્સ્ટ ટાઈમ આવી છું .મારી ફ્રેન્ડ રીસીવ કરવા આવવાની હતી પણ તે ક્યાય દેખાતી નથી .' 
' ડોન્ટ વરી....! ......ક્યાં રહે છે તમારી ફ્રેન્ડ ...?' 
' જી .....સી. જી. રોડ પર ક્યાંક રહે છે . પણ એ લેવા આવવાની હતી એટલે એડ્રેસ નહોતું લીધું .' યુવતીએ રોતલ અવાજે કહ્યું . 
' જુઓ .....હું મારાથી બનતી તમામ મદદ કરીશ .' કહેતા મધુકરે ખીસામાંથી સેલફોન કાઢ્યો : ' બોલો.. તમારી ફ્રેન્ડનો નંબર ...?' 
' યુવતી રડી પડી .ડૂસકા ભરતા બોલી , ' નંબર યાદ નથી . મોબાઈલમાં 'સેવ' કરેલો હતો ને કોઈ મારો મોબાઈલ , કપડા ભરેલો થેલો ને હેન્ડબેગ - બધું ઉઠાવી ગયું . 
' પ્લીઝ ........પ્લીઝ ...........તમે રડો નહિ ....હું તમારી સાથે છું . બોલો, તમારી ફ્રેન્ડની ક્યાં સુધી રાહ જોઈશું ?' મધુકરે પ્રશ્નસૂચક નજરે યુવતી સામે જોયું . 
યુવતી અસમજંસમાં પડી.મધુકરને લાગ્યું કે આજે તો પાસા પોબાર છે. તેણે તરકસમાંથી તીર ફેંક્યું : ' ચાલો, મારી સાથે ....' 
' તમારી સાથે ...? ...આમ સાવ ઓળખાણ વિના ...તમે .....' ' - મધુકર ' 
' મને ખબર છે . આ નામ અગાઉ સાંભળી ચૂકી છું .' યુવતી સહેજ હળવી બની . 
' જુઓ , રાત્રીના દશ થવા આવ્યા છે ..અને અહી વધુ રોકવામાં જોખમ છે ' 
' પણ ...તમારા ડેડી .....મમ્મીને શું કહેશો ?' 
' અરે , હું એકલો જ રહું છું . વળી , મારે ત્યાં તમે બિલકુલ સલામત રહેશો તેની હું ખાતરી આપું છું .' 
' પ..ણ....આમ તમારી સાથે ...' યુવતી હજી કશો નિર્ણય નહોતી લઇ શકતી . 
' જુઓ - ' 
' સાધના ' 
' જુઓ , સાધનાજી.......' 
' જી નહિ લગાવો તો ચાલશે ' 
' જેવી આપની મરજી ....સાધના , હું આ શહેરમાં આવ્યો ત્યારે તમારી જેમ અજનબી ને એકલો જ હતો . આજે મારી પાસે ધન - દોલત બધું જ છે . છતાં આ મહાનગરની ભીડમાં હું આજેય એકલો જ છું ....ખેર .......મારી વ્યથા મારી પાસે . તમને મારા પર વિશ્વાસ આવતો હોય તો ચાલો મારી સાથે ....!' 
' હું આવું તો ખરી ..પ ..ણ ....' 
' પ ..... ણ ....... શું ...? ' મધુકર અધીરો થઇ ઉઠ્યો . ' પણ ..મને ભૂખ લાગી છે ...' સાધના હળવા મુડમાં આવી . 
' થેંક ગોડ...! ..હું પણ હજી જમ્યો નથી . ચાલો, કંપની રહેશે .'

શહેરની પ્રખ્યાત હોટલમાં બંને જમ્યાં. સાધનાના ડર , સંકોચ , ઉદાસી થોડા ઓછા થયા હતાં.તેણે કહ્યું , ' મધુકર , હું તમારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. આવતી કાલે સી. જી. રોડ પર ફરીને મારી ફ્રેન્ડને શોધી કાઢીએ.' 
' ડોન્ટ વરી . બધું થઇ પડશે ...બોલો , હવે બીજું કાઈ ...?' ' તમને તકલીફ તો નહોતી આપવી ..પણ મારી પાસે પહેરવા માટે બીજા કપડા નથી.' 
' અરે , તો શું થઇ ગયું ...? અત્યારે જ ખરીદી લઈએ ...અને જુઓ , કીમત સામે જોશો નહિ , કપડા તમારી પસંદગી મુજબના હોવા જોઈએ .'

ક્રેડીટ કાર્ડની મદદથી બીલ ચૂકવતી વખતે મધુકર મલકાતો હતો ,' દસેક દિવસ તો રોકવી જ છે .' મનના ભાવ છુપાવતા એણે કહ્યું , ' બોલો , બીજી કોઈ સેવા ...?'

' તમને વધારે હેરાન નથી કરવા ..પણ શું કરું ...? ...મારો મેકઅપનો સામાન પણ બેગ સાથે જ ગયો ....' 
' તો શું થયું ...? જુઓ , હજી સ્ટોર બંધ નથી થયા ને મારું બેંક બેલેન્સ પણ ઝીરો નથી થયું .' 
' મધુકર , હું તમારી પાસે ખર્ચો કરાવી રહી છું પણ મારી એક શરત છે , જ્યારે પણ મારી પાસે પૈસા આવે ત્યારે તમારે ખર્ચાની રકમ પરત લેવી પડશે.' 
' મને એવી કોઈ જરૂર લાગતી નથી ' 
' તો ..મારે હવે કશી ખરીદી નથી કરવી .' 
' અરે , તમે તો રિસાઈ ગયા ...! ...ચાલો , તમે કહો તેમ ......હવે તો ખુશ ને ?'

- અને એ રાત મધુકર માટે યાદગાર રાત બની ગઈ. સવારે જાગ્યો ત્યારે તે એકદમ પ્રફુલ્લિત જણાતો હતો .તેણે પથારીમાં જોયું તો સાધના ન હતી . બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. તે બહાર બાલ્કનીમાં આવ્યો . ક્યાય સાધના દેખાઈ નહિ .તે પાછો રૂમમાં આવ્યો ને તેની નજર ટીપાઈ પર પડેલી ચબરખી પર પડી .

ચબરખીમાં લખ્યું હતું : ' મધુકર , આમ તો હું એક નાઈટના ફક્ત બે હજાર જ લઉં છું પણ તું બહુ ઉદાર નીકળ્યો . તારી ઉદારતા માટે આભાર ..... અને હા , વારે વારે તારી ' જુઓ ...જુઓ ' બોલવાની આદત ખૂબ પસંદ આવી. -સાધના

મધુકરનું માથું ભમવા લાગ્યું. તેણે ગુસ્સામાં દીવાલ પર મુક્કો પાર્યો ને પછી હાથ પંપાળતો ફર્શ પર બેસી પડ્યો. 

- મગન મકવાણા ' મંગલપંથી '



- ફિલિન્ગસ 2012ના દીપોત્સવી અંકમા પ્રકાશિત

બુધવાર, 15 જુલાઈ, 2015

સોમવાર, 13 જુલાઈ, 2015

ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે



મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ ૱ છેતો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે


(1) www.sarthi.nic.in વેબ સાઇટ ખોલો.

(2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો. સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO. લખી લો.

(6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.

(15) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTO ની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.

(17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જશે.

સોમવાર, 29 જૂન, 2015

શનિવાર, 16 મે, 2015

How to transfer money from sbi atm (card to card transfer )

       Money transfer S.B.I   ATM
         Video Download

રવિવાર, 10 મે, 2015

આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE લિંક કરો

અત્યારે આધાર કાર્ડ નંબરને મતદાર યાદી સાથે જોડવાનું કામ શરૂ થયુ છે

રીત-1 online





રીત-2 online

આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE લિંક કરો

click me


રીત-3  મોબાઇલ sms થી
 તમારા આધાર કાર્ડ નંબરને મતદારયાદી સાથે ઘેર બેઠા SMS દ્વારા કેમ જોડવો તો તેના માટેના સ્ટેપ નીચે લખેલા છે તે
અનુસરો...
1-તમારા મોબાઈલના મેસેજ બોક્સમાં જઈ અંગ્રેજીમાં ECILINK લખી પછી space પછી EPIC નંબર/ચુંટણી કાર્ડ નંબર લખો.પછી space પછી 12 આંકડાનો આધાર કાર્ડ નંબર.
2-હવે આ SMS ને 51969 નંબર પર મોકલી દો.
**-ટૂંકમાં ECILINK space EPIC નંબર space આધાર કાર્ડ નંબર ને મોકલો 51969 પર**