FREE MA


"નમસ્કાર, શિક્ષણની દુનિયામાંઆપનુ હાર્દિક સ્વાગત છે."- યોગેશ પટેલ,મુખ્ય શિક્ષકશ્રી,ભંકોડા પ્રાથમિક શાળા,દેત્રોજ-અમદાવાદ'

રવિવાર, 19 જુલાઈ, 2015

એક ખેડુત હતો. એણે પોતાના કુતરાને ખુબ સારી તાલીમ આપીને પાણી પર ચાલતા શિખવ્યુ. ખેડુતે વિચાર્યુ કે મારા કુતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના એક મિત્રને કહ્યુ કે તુ તારો વિડીયો કેમેરા લઇને આવ આજે મારે તને મારા કુતરાની એક
વિશેષતા બતાવવી છે અને તારે એનું શુટીંગ કરવાનું છે. પેલો મિત્ર પોતાનો વિડીયો કેમેરા લઇને આવ્યો. ખેડુત પોતાના કુતરાને અને
મિત્રને લઇને નદી કાંઠે ગયો. દુર નદીમાં એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યુ હવે તું શુટીંગ કર અને મારા આ કુતરાની વિશેષતા જો. પેલા કુતરાને ખેડુતે દડો લાવવા માટે આદેશ કર્યો એટલે કુતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને 
મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા જ પાછો આવ્યો . આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડુત એના મિત્ર સામે જોઇ રહ્યો. પરંતું મિત્રના ચહેરા પર કોઇ આશ્વર્ય ન દેખાયુ એટલે એનાથી ના રહેવાયુ એણે પોતાના મિત્રને પુછ્યુ કે દોસ્ત તને મારા કુતરાની કોઇ વિશેષતા દેખાઇ કે નહી ? મિત્રએ ખેડુતને જવાબ આપ્યો , " હા દેખાઇ ને" ખેડુતે પુછ્યુ ," શું જોયુ ? " પેલા મિત્રને જવાબ આપ્યો કે," મે જોયુ કે તારા કુતરાને તરતા આવડતુ નથી" 

મિત્રો, આપણે આવું જ કરીએ છીએ સામે વાળાને જે બતાવવું છે તે નહી આપણે જોવું છે તે જ આપણે જોઇએ છીએ અને પરિણામે  ગેરસમજણ ઉભી થાય છે જે સંબંધોને કોરી ખાય છે