શિક્ષક મિત્રો અહિ આજે આપના માટે એક ઇંટરએક્ટિવ ગેમ બનાવી મુકી રહ્યો છું. અહિ બાળકોને અમદાવાદ જિલ્લાના તાલુકાઓ સમજવા માટે તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના સ્થાનની માહિતિ મેળવવા માટે આ ગેમ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત તાલુકાના વિવિધ સ્થાન સમજાવ્યા બાદ બાળકોનું મુલ્યાંકન કરવુ હોય તો તે માટે પણ આ ગેમ કામમા આવશે.
આ ગેમમા અમદાવાદ જિલ્લાનો નકશો આપવામા આવ્યો છે અને સાથે સાથે જુદા જુદા તાલુકાઓની નામાવલી આપવામા આવી છે આ જુદા જુદા તાલુકાઓના નામોને ખેંચીને તેને યોગ્ય સ્થાને મુકવાના છે. બધા જ તાલુકાના નામ તેની યોગ્ય જગ્યાએ મુકાય ગયા બાદ તમે તેનુ રિઝલ્ટ પણ ચેક કરી શકો છો.